એક જ દિવસ માં પારકા ઘર નેં પોતાનું ગણી શકે તે સમજણ દરેક ભારતીય પુત્રીમાં ક્યાંથી ઉગી નીકળતી હશે?.. એનાં માટે તો માધવ પછી પ્રથમ ધન્યવાદ એ ભારતીય માતા નેં જે ધૂપસળી ની જેમ આજીવન સળગી જઈનેં પણ દિકરી માં આ સંસ્કાર ની સુવાસ ભરે છે.. અનેં પરિવાર નો પડછાયો મૃત્યું બાદ પણ બની રહે છે.. એ માતા ને ક્યારેય અભણ માનવાની ભૂલ નાં કરતાં.. કારણકે.. ઈશ્વર નથી પહોંચી શક્યા ત્યાં એટલે જ 'મા' નેં મોકલી છે એમણેં.. મીસ મીરાં..