Gujarati Quote in Quotes by Nirav Patel SHYAM

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MKGANDHI

મહાત્મા ગાંધીજી વિશે બાળપણથી ઘણું સાંભળતા આવ્યા. કૉલેજકાળમાં સત્યના પ્રયોગો હાથમાં આવી. વાંચીને તેમના જીવન વિશેની સાચી સમજ પેદા થઈ. ભારતીય સમાજમાં એક આદર્શ વ્યક્તિ તરીકે ભગવાન શ્રી રામ બાદ જો કોઈની છાપ ઉપજી હોય તો તે છે ગાંધીજી. દેશમાં જ નહીં વિદેશમાં પણ ગાંધીજીની ચર્ચાઓ હાલમાં પણ જોવા મળે. દેશને આઝાદી અપાવવાની વાત અને સ્વચ્છતા સિવાય પણ તેમનું અંગત જીવન ઘણું પ્રેરણા દાયક છે. પોતે કરેલી ચોરીની સ્વીકૃતિ હોય, બાળવિવાહ હોય, પત્નીને અક્ષરજ્ઞાન આપવાનું હોય, પત્નીની બીમારીના સમયે તેમને માંસ ન આપવાનો પ્રસંગ હોય, મીઠું અને કઠોળનો ત્યાગ કે પછી બ્રહ્મચર્ય પાળવા માટે દૂધનો ત્યાગ કરવાની વાત હોય. એ બધામાં ગાંધીજી મારા માટે એક આદર્શ રહ્યા છે અને પેઢીઓની પેઢીઓ ગાંધીજીને આદર્શ માનતી આવશે.

#નીરવ પટેલ 'શ્યામ'

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111034445
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now