ગઈ કાલે રાત્રે ફરીથી તારી યાદ આવી ગઈ @ગાંડી :)
હું હંમેશા ની જેમ ચંદ્ર ની ચાંદની માણતો હતો અને ત્યારે જ તારી યાદ આવી ગઈ @ગાંડી..
જ્યારે પણ આ ચંદ્ર ને જોવ એટલે તારી યાદ આવે આવે અને આવે જ.. અને એમ પણ ગઈ કાલે રાત્રે તો ચંદ્ર નો મિજાજ કંઈક અલગ જ હતો.. કાયમ કરતા થોડો વધારે જ પ્રકાશિત હતો.. કાતો મારો વહેમ પણ હોય શકે..
પણ યાર આપણે સાથે જોયેલું એક સ્વપ્ન યાદ આવી ગયું.. @ગાંડી યાદ છે તને ? કે સમય ની સાથે સાથે એ સ્વપ્ન પણ ભુલી ગઈ હેં ? હું તો હજી નથી ભુલ્યો.. :)
કે રોજ સવારે ઉઠીને બગીચામાં ફરવા જઈશું.. મસ્ત સુંદર મજાના પક્ષીઓનો કલરવ સાંભળીશું.. મસ્ત બગીચામાં રંગબેરંગી ફૂલો ને નિહાળીશું.. વૃક્ષોની સાથે રમતા બાળકો સાથે ખુબ ખુબ મસ્તી કરીશું.. એક દમ બાલિશ બાળક બની ને રહીશું.. :)
અને હંમેશા ની જેમ રોજ રાત્રે ચંદ્ર ની ચાંદની તો માણવાની જ અને એ પણ વિથ કોફી.. અને કોફી તો તારે મારા હાથની જ પીવી હતી કારણકે તને ખબર હતી કે આ @ગાંડા ને બીજુ કંઈ આવડે કે ના આવડે પણ કોફી / ચા તો મસ્ત જ બનાવે.. ^o^ ^o^
પણ યાર અવે એ શક્ય જ નથી.. ખરેખર એક સ્વપ્ન જ બની ને રહી ગયું બધું.. :)
પણ હું હાર્યો નથી હોં કારણકે તેં મને ક્યારેય હારતા શીખવાડ્યું જ નથી.. તું નથી તો કંઇ જ વાંધો નહીં જે આવશે ને એને જ હું મારી @ગાંડી બનાવી દઈશ.. :)-