#KAVYOTSAV
તું મને આટલો પ્રેમ ના કર ને
હું જ્યારે થાકી જઈશ અમુક જવાબદારીથી અને મને જરૂર હશે તારા પ્રેમની, તો એ દિવસ માટે થોડો પ્રેમ બચાવી રાખ ને...
તું મને આટલો પ્રેમ ના કર ને!!
મુશ્કેલીઓ હશે આપણા મિલન વચ્ચે અને મારો આત્મવિશ્વાસ જ્યારે ડગમગશે, તો મને સહારો આપવા થોડો પ્રેમ બચાવી રાખ ને..
તું મને આટલો પ્રેમ ના કર ને!!
કાલે હોઈશું આપણે સાથે અને થશે આપણા વચ્ચે મતભેદ, તો મારી લાગણીઓને સમજવા થોડો પ્રેમ બચાવી રાખ ને...
તું મને આટલો પ્રેમ ના કર ને!!
કદાચ ના પણ હોઈએ આપણે સાથે અને તારે જીવવું પડે મારા વગર, તો મારા વગર જીવવા થોડો પ્રેમ બચાવી રાખ ને...
તું મને આટલો પ્રેમ ના કર ને!!
આવતીકાલ માટે પણ થોડો પ્રેમ બચાવી રાખ ને!!
તું મને હાલ જ આટલો પ્રેમ ના કર ને!!
-રીંકલ