. *આયુષ્ય*
. ::::::::::::::::::::::::::::::::::
કેટલું છે આયુષ્ય ?
ક્યાં સુધી રહેશે આયુષ્ય ?
જીવવાના પલ પલ આયુષ્ય ઓછું થતું જાય છે પલ પલ વિચારો પલ પલ દુઃખી રહેવાનું ખબર નથી આ આયુષ્ય ઓછું થતું જાય છે
બે દિવસના જીવનમાં બે હજાર ચિંતાઓ જોઈ છે એમને યાદ કરી છે એમના પર જીવવાનું જોયું છે ક્યારેય આયુષ્ય નું વિચાર્યું છે ?
બીજા બીજા માટે કેટલું સહન કરી ને ચાલો છો દોસ્ત માટે બીજા સબંધો માટે પણ ખરેખર જે આપણી માટે જીવે છે એના થી આપડે જુદા પડીએ છીએ ત્યારે વિચાર્યું કે આપડું આયુષ્ય કેટલું ?
કોને ખબર કદર ની શું માંગ હોય કોના માટે કેટલું આ આયુષ્ય હોય કોના સાથે કેટલું રહેવાનું હોય કોને ક્યાં સુધી સાથ આપવાનો હોય પણ જરૂરી વ્યક્તિ જ્યારે આપડી સાથે હોય છતાં આપણે દૂર જતા હોય ત્યારે આયુષ્ય નું વિચાર્યું ?
જ્યારે આત્મા દુઃખી હોય જ્યારે કોઈ સાથે ના હોય અલગ થવાનું કારણ એક માત્ર ભૂલ ત્યારે કેમ નથી વિચારતા કે ક્યાં સુધી છે આયુષ્ય ?
ચાલો ને માફ કરીને આગળ વધીએ
ચાલો ને બધું ભુલાવી નવી શરૂવાત કરીએ
ચાલો વિચારીએ ક્યાં સુધી રેહશે આયુષ્ય ?
______________________________
ધવલ રાવલ
trust on God