#kavyotsav
કોઈક ખાસ માટે...
શું તારા જેવું પણ કોઈ હોય ?
જમા કરાવીને ક્યાંય દુઃખ નુ નાણુ,
મળતું વ્યાજ સુખ નું ક્યાંય હોય ?
વીના કોઈ ગાઢ સંબંધ એ કોઈ
સમજાવા તમને સાંભળતું કોઈ હોય ?
શબ્દોના ગોઠવેલા બોલ વીના પણ
શું વાત સચોટ થતી આટલી હોય ?
વીના આશ એ પામવાની કઈ સંબંધ મા
ચિંતા માં સરખી કરતું કોઈ હોય ?
આંસુ માંથી સ્મિત ખેંચતું
ધરાવતું ચુંબકત્વ પણ કોઈ હોય ?
વયસ્ક ની બુદ્ધિ સાથે મોહક બાળપણ
આ યૌવાનીક ઊંમર મા ક્યાં હોય ?
શૃંગારિક કૃત્રીમ મુખોટા વીના પણ
શું સૌંદર્ય કુદરતનુ ટપકતુ આમ હોય ?
મીત્ર ના નામે મન મીત કરતું
શું તારા જેવું પણ કોઈ હોય ?