શુપ્રભાત MB પરીવાર.. :)
CoPy R!GhT.. :)
આપણે જીવન વિશે કશું જાણીએ કે ન જાણીએ પણ એટલું તો ચોક્કસ જાણીએ છીએ કે જીવનનો અંત એક દિવસ આવવાનો જ છે. કયારે, કેમ, ક્યાં એ કોઇ જાણતું નથી. પણ મોત આવશે એ ચોક્કસ જાણે છે.
અબજોપતિને પણ મોત આવવાનું છે ને ભિખારીને પણ આવવાનું છે. જીવન એટલે અનેક અનિશ્ચિતતાનો સરવાળો...આ બધામાં જો કશું નિશ્ચિત હોય તો તે છે મૃત્યુ...જીવનનો અંત...
આ ક્ષણે આપણે છીએ...અને પછીની ક્ષણે “હતા” થઇ જઇએ.. કઇ ઘડીએ આપણા ફોટા પર હાર પહેરાવાઇ જાય અને આપણે તસ્વીર બનીને દીવાલે ટીંગાઇ જઇએ એ કોણ કહી શકે ?
કાળની એ કડી પર ભલે ને ઘડી બે ઘડી જ સાથે ચાલ્યા
હોઇએ પણ એકમેકનાં દિલને પ્રેમનો એવો તો રંગ લગાવી દઇએ કે કાળના પ્રવાહ પર શાશ્વતીની મહોર લાગી શકે.
વિખૂટું પડવાનું જ છે તો એવી રીતે મળીએ કે કાળ પણ આપણા મિલનને યાદ રાખે. આ અનિશ્ચિત જીવન વચ્ચે શાશ્વત સંબંધો સ્થાપવાનો પ્રયત્ન કરીએ.. :)