વોટ્સએપ પર એક રમૂજી મેસેજ આવ્યો. દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય. 1-નવરા..૨- બેરોજગાર. 3- બિગબોસ જોનારા...તરત મો પર હાસ્ય રમી રહ્યું. કારણ મારું દૈનિક સિડ્યુલ ખૂબ જ વ્યસ્ત હોય છે છતા મારો પણ સમાવેશ થતો હતો આમા. કારણ હુ પણ રાતે બિગ બોસ ની 11 મી સીઝન જોતી હતી આપણને સૌને બીજાની જીવનની ઝાંખી માં બહુ રસ.. પાક્કા ગુજ્જુ.. ટીવી પર શું જોવું શું ન જોવું આપણી પસંદગીની વાત છે . માત્ર થોડા સમયમાં મનોરંજન હેતુ આપણે ટીવી જોઈએ છીએ.ત્યારે 4g ન્હોતું.. આજે તો મોબાઈલ માં વુટ કે હોટ સ્ટાર આપણે આપણી નવરાશ મુજબ મનગમતા સમયે ટીવી જોઈ શકીએ છીએ.આમ તો ટીવી જોવાનો સમય જ નથી મળતો. પણ ન્યૂઝ સિવાય રીપિટ થતા પિકચર અને થોડા રિયાલિટી શો બીજું કંઈ નવું જોવા મળે છે ખરું? મારો પ્રશ્ન છે કે આપણા વ્યક્તિત્વ પર ટીવી નો પ્રભાવ પડે ખરો? અને જો હા તો જોવું શું??? આજકાલ આ ફોન માં બાકીનો સમય પસાર કરીએ છીએ. તો...પચિ મોબાઈલ માંથી બહાર આવી બહારની દુનિયા સાથે પરિવાર સાથે ક્યારે સમય વિતાવીશું? ૨૪ કલાક માં નોકરી માં સમય અડધો વીતી જાય.. બાકીનો ટીવી અને મોબાઇલમાં. માણસ ટેકનોલોજી નો ગુલામ થયો છે.નક્કી આપણે કરવાનું છે. ગુલામ બનવું છે કે જીવંત રહેવું છે . સમયનો સદુપયોગ...આપણા હાથ માં છે. બરાબર. ને.....મિત્રો?