...# હકિકતમાં સ્વપ્ન શું છે??? #...
મહર્ષિ વેદવ્યાસે, અત્રિ, ચરક વગેરેએ સ્વપ્નવિદ્યા વિશે પ્રમાણભૂત વિચારો દર્શાવ્યા છે. તો જગતગુરુ શંકરાચાર્યે સ્વપ્નની તર્કશુદ્ધ મીમાંસા કરી છે. આર્યોએ પોતાના સ્થાનમાં સ્વપ્નોનો ઉલ્લેખ કર્યો છે. ઔપશ્ચિમનાં મીસર યુનાન, રોમ અને અન્ય સંસ્કૃતિમાં પણ સ્વપ્નોનું પૈરાણિક નિરૂપણ મળે છે. માનસશાસ્ત્રના વિકાસ સાથે ફ્રોઈડ, એકગરકયાસી, હ્યુંગ વગેરે વિદ્વાનો સ્વપ્નોનું શાસ્ત્રીય વિશ્લેષણ કરી ભવિષ્યમાં થનારી ઘટનાઓ કરી શક્તા હતા.
મનુષ્ય જ્યારે પૂર્ણ જાગ્રત કે પૂર્ણ સુષુપ્ત હોય ત્યારે સ્વપ્ન અનુભવતો નથી; પરંતુ જ્યારે જાગૃત અને સુષુપ્ત એ બંને વચ્ચેની અવસ્થા હોય છે તેને સ્વપ્નાવસ્થા કહેવાય છે. જ્યારે બધી ઈન્દ્રિયોનાં કાર્યવ્યવહાર વિરમે છે અને મન સંપૂર્ણ નિવૃત્તિ ભોગવતું નથી ત્યારે સ્વપ્નનો અનુભવ થાય છે. જગદગુરુ શંકરાચાર્યે સ્વપ્ન વિશે કહ્યું છે કે, “મનુષ્ય જાગૃત અવસ્થામાં જે જુએ છે. જે સાંભળે છે. એનાથી ઉદ્ભવેલી વાસના દ્વારા નિદ્રાવસ્થામાં પ્રપંચરૂપ સંસાર રચાય છે, તે સ્વપ્ન છે.”
મહર્ષિ ચરકે સ્વપ્નનું સ્થૂલ કારણપણ આપ્યું છે. જ્યારે વાયુ, કફ અને પિત્તનાં દોષો; મનોવ્યાપારનાં સ્ત્રોતોમાં અવરોધ પેદા કરે છે, ત્યારે સ્વપ્ન આવે છે.
પાશ્ચાત્ય શાસ્ત્રીઓએ સ્વપ્નોના ત્રણ પ્રકાર ગણાવ્યા છે.
૧. કોઈ પ્રસંગની સ્મૃતિરૂપે ઉદ્ભવેલ સ્વપ્ન
૨. ટેલિપથિક- થઈ ગયેલ/થનાર પ્રસંગની આગાહી રૂપ પ્રસંગ.
૩. દમન કરેલ ઈચ્છાઓની તૃપ્તિરૂપે ઉદ્ભવેલ સ્વપ્ન.
વિદ્વાનોને સ્વપ્નોમાં શાસ્ત્રીય વિશ્લેષણ અને ફળકથનમાં રસ હોય; પરંતુ આજે કરોડો સામાન્ય માણસોને સ્વપ્નનાં કળકથનમાં રસ હોય છે એટલું જ નહીં, પરંતુ સ્વપ્નોના અનિષ્ટ સંકેતોનાં નિવારણ માટેના ઉપાયોની પણ તેઓ આકાંક્ષા રાખતા હોય છે.
સ્વપ્નવિદ્યાનાં અભ્યાસીઓએ ભવિષ્યકથનના મુખ્ય ત્રણ ભેદ પાડયા છે.
(૧) વાસ્તવિક જીવન સંબંધી સ્વપ્ન
(૨) અદ્ભુત અને અપૂર્વ સ્વપ્ન
(૩) ભાવિ સંકેત આપતા સ્વપ્ન.
વાસ્તવિક અને અનુભૂત સ્વપ્ન રોમાંચક અનુભવ સિવાય અન્ય ફળ આપતા નથી. અદ્ભુત અને અપૂર્વ સ્થાન તથા ભાવિ સંકેત આપતાં સ્વપ્ન રહસ્યમય આભાસ આપે છે. ભગવાન બુદ્ધની માતાને આવેલ સ્વપ્ન, યશોધરાને આવેલું સ્વપ્ન. ઉત્તરાને આવેલ સ્વપ્ન વગેરે સ્વપ્ન ભાવિ સંકેત આપનારા સ્વપ્ન છે.
સ્વપ્નવિદ્યા પ્રમાણે સ્વપ્ન આવવાનું કારણ અને ક્યારે આવ્યું તેનાં આધારે ફળકથન થાય છે.
અનુભૂત સ્વપ્ન, સાંભળેલી વાતોનું સ્વપ્ન, કોઈ વસ્તુને જોયેલી હોય તો તેનું સ્વપ્ન, શરીરની પ્રકૃતિનાં વિકારથી ઉત્પન્ન થયેલાં સ્વપ્ન, ચિંતાથી આવેલા સ્વપ્ન, કોઈપણ જાતનું ફળ આપતાં નથી, પરંતુ અન્ય સ્વપ્નોનું ફળ નીચે મુજબ છે.
૧. રાત્રિના પહેલા પ્રહરમાં આવેલા સ્વપ્નનું ફળ ૧૨ મહિનામાં મળે છે.
૨. રાત્રિના બીજા પ્રહરમાં આવેલા સ્વપ્નનું ફળ ૬ મહિનામાં મળે છે.
૩. રાત્રિના ત્રીજા પ્રહરમાં આવેલા સ્વપ્નનું ફળ ૩ મહિનામાં મળે છે.
૪. રાત્રિના ચોથા પ્રહરમાં આવેલા સ્વપ્નનું ફળ ૧ મહિનામાં મળે છે.
૫. રાત્રિ બે ઘડી બાકી હોય ત્યારે આવેલું સ્વપ્ન દશ દિવસમાં ફળ આપે છે.
૬. સૂર્યોદય સમયે આવેલું સ્વપ્ન શીઘ્ર ફળદાયી હોય છે.
૭. આખી દરમિયાન સતત જોયેલાં સ્વપ્ન નિરર્થક હોય છે.
૮. દિવસની નિંદ્રા સમયે આવેલાં સ્વપ્નો અથવા રાત્રિ દરમિયાન અત્યંત ટૂંકા કે લાંબા સ્વપ્ન કઈ ફળ આપતાં નથી.
૯. રાત્રિએ એકવાર સ્વપ્ન જોયા બાદ નિંદ્રાન આવે તો તેનું ફળ તરત જ મળે છે.
૧૦. ખરાબ સ્વપ્ન જોયા પછી એજ રાત્રિએ શુભ અને સૌમ્ય સ્વપ્ન આવે તો તેનું ફળ શુભ મળે છે.
તો મિત્રો... મારી જેમ હંમેશા મસ્તીમાં રહીને 'અનોખીપ્રિત' ના શમણાં જોતું રહેવાનું હો....
આજ નહીં તો કાલ.... પણ સાચા તો થવાના જ..... હા હા હા હા ખરું ને???