Gujarati Quote in Quotes by Nirav Patel SHYAM

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરકાયા પ્રવેશ....

પરકાય પ્રવેશ આ શબ્દ નાટક માટે ખુબ જ જાણીતો છે. જે વ્યક્તિ નાટક સાથે જોડાયેલો છે તેને આ શબ્દ દિલથી અનુભવ્યો હશે. હું પણ નાટકનો માણસ. અભિનયમાં ઘણીવાર આ શબ્દ સાથે પનારો પડ્યો અને નિભાવ્યો. નાટકનું કોઈ પાત્ર જો ભજવવું હોય તો એ પાત્ર આપણે પોતે જ છીએ એ અનુભવવું પડે. રાજાના પાત્રમાં રાજા જેવી ખુમારી તો ભિખારીના પાત્રમાં ભિખારી જેવી લાચારી બતાવવી પડે.

પણ આ શબ્દને નવલકથા અને વાર્તા લખતાં પણ એટલો જ અનુભવ્યો. નવલકથા કે વાર્તા લખાય છે એક જ વ્યક્તિ દ્વારા પણ અંદર આવતા પાત્રોમાં લેખક પોતે ઉતરી જાય છે. ભલે રંગમંચ ઉપર તે પોતે એ પાત્ર નથી ભજવતો પણ કાગળ ઉપર લખતી વેળાએ તેને એ પાત્રમાં સમર્પિત જરૂર થવું પડે છે અને ત્યારે જ વાચક વર્ગ એનો સાચો અનુભવ કરી શકે છે.

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111033290
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now