Gujarati Quote in Shayri by Kunalsinh Chauhan Kamal

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV

મિત્રતા

આ અવ્યાખ્યાયિત પદને સમજાવવા લખું છું એ વ્યાખ્યા એટલે મિત્રતા

લોહીની સગાઈને શરમાવે તે સંબંધ એટલે મિત્રતા

જેના માટે સર્વ વચનો ભંગ કરી શકાય તે વચન એટલે મિત્રતા

જેમાં હરક્ષણ એકમેકને આપવાની હોડ લાગે તે હરિફાઈ એટલે મિત્રતા

માયાવી દુનિયામાં સ્પષ્ટ ચહેરો બતાવે તે અરીસો એટલે મિત્રતા

પડછાયો જ્યાં સાથ છોડી દે તે અંધારામાય વળગી રહે તે વળગણ એટલે મિત્રતા

આનંદની અમથી પળને અમર બનાવી દે તે ઓસડ એટલે મિત્રતા

જીવનની સફર કાપવાનો સૌથી સુગમ રસ્તો એટલે મિત્રતા

મુશ્કેલીઓના મારથી પીછો છોડાવે તે વાહન એટલે મિત્રતા

અરે! જેના વળગણને વ્યાખ્યામાં ના કંડારી શકાય તેવા કાંટાળા રસ્તા પર લાગણીરૂપી વાહનથી હરિફાઈ જીતીને મળે છે તેવા જગતના સૌથી શ્રેષ્ઠ સંબંધ, વચન, અરીસો અને ઓસડ એવા 'પ્રેમ' નામની ઈમારતનો પાયો છે...
... આ મિત્રતા...

કુણાલસિંહ ચૌહાણ 'કમળ'

Gujarati Shayri by Kunalsinh Chauhan Kamal : 111033126
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now