આ હતા સાચા પ્રજા ના સેવકો અને આવી હતી રાજાશાહી.
ગોંડળ નરેશ મહારાજા સર શ્રિ ભગવતસિંહજી જાડેજા
મહારાજા ના પુત્ર ગોંડળ યુવરાજે એક દીવસ પિતા ને ફયિયાદ કરિ કે તમે જે મને ખિસ્સા ખરચી આપો છો તે પ્રમાણ મા ઓછી પડે છે. તો મહારાજા એ કીધુ કંઈ નહી કાલે સવારે કચેરી ભરાય એટલે ફરિયાદી બની ને ફરિયાદ કરજો એટલે હુ એના પર વિચાર વિમૅશ કરી ને સાચો નિણ્રય આપિશ.બિજા દીવસે સવારે કચેરી ભરાણી ને યુવરાજ ને કાયદેસર ફરિયાદી ની લાઈન મા ઉભુ રહેવુ પડયુ.પછી તેમનો વારો આવ્યો એટલે ખિસ્સા ખરચી ની ફરિયાદ કરી. ગોંડળ નરેશે પુરી વાત સાંભળી પછી સુનાવણી કરિ કે યુવરાજ ને જે ખરચી મળે છે તે રાજય ની આવક પ્રમાણે બરાબર છે.આ સાંભળી યુવરાજ બોલ્યા કે રાજય ની આવક તો ઘણી છે અને હું તેનો વારસદાર છુ તો મને મન ફાવે તે પૈસા હુ ખરચી શકુ છુ. મહારાજા એ આ વાત નો સરશ જવાબ આપ્યો યુવરાજ ને અને કહયુ આ રાજ ના તમે વારસદાર છો.રાજય ની આવક ના વારસદાર નથી.રાજય ની આવક પ્રજા થકી થાય છે અને એ આવક ના સિધેસિધી વારસદાર આપણી ગોંડળ ની પ્રજા જ છે.એ આવક નો એક એક રુપિયો પ્રજા ના હિત માટે વાપરવાનો છે યુવરાજ ના મોજશોખ માટે નહી.એ આવક માથી રાજ નો જે હિસ્સો નિકળે છે તેના પ્રમાણે તમને ખરચી મળે જ છે.એમા વધારો થઈ શકે તેમ નથી.
આ વાત નુ યુવરાજ ને ખોટુ લાગી આવ્યુ અને તે ગોંડળ છોડી ને ગીર મા ચાલ્યા ગયા.ગુસ્સો મન માં ઘણો હતો યુવરાજ ને આથી ગીર મા શિકાર કરતા કરતા એક સિંહ સામી બાથ ભિડી.સિંહ હતો વિકરાળ અને યુવરાજ પણ એકલા હતા આથી યુવરાજ ને સિંહે ઘણી હાની પહોંચાડી હતી.ત્યાંથી તરત જ યુવરાજ ને કોઈકે જુનાગઢ દવાખાને પહોંચાડ્યા.અને આ સમાચાર કોઈકે ગોંડળ નરેશ ને પહોંચાડ્યા. ભગવતસિંહજી તરત જ જુનાગઢ પહોંચી ગયા યુવરાજ ની ખબર લેવા પણ યુવરાજે મહારાજા ને જોઈ તરત મોં ફેરવી લીધુ અને મહારાજા ને બોલ્યા પણ નહી. યુવરાજ ના જખ્મ સારા થાઈ એમ નહોતા.અને બે દીવસ પછી યુવરાજ સર્વગ લોક શિધાવી ગયા. મહારાજા ને ઘણુ દુખ થયુ કે યુવરાજે જતા જતા એકપણ વાર મને મોઢુ નથી બતાવ્યુ કે નથી મારી સાથે વાત કરી.
આ પ્રસંગ અત્યારે એટલે યાદ આવી ગયો કે ઘણા સમય થી ગુજરાત માં રુલીંગ પાટ્રી અને વિરોધી પાટ્રી એક બીજા નો પ્રજા ના પ્રશનો ને લઈ વિરોધ કરતી હતી.ચાહે અનામત નો મુદ્દો હોય કે ખેડુત ના દેવામાફી કે પછી બિજુ કંઈક હોય પણ બે દીવસ પહેલા જે ધારાસભ્ય નો પગાર વધ્યો એમા કોઈ એ પોતાનો વિરોધ દશાવ્યો નહી.
આ ફરક હતો રાજાશાહી માં કે રાજા પોતાની પ્રજા ને પોતાનો પરિવાર પોતાના દિકરા સમાન રાખતા હતા.