# kavyotsav. જ્યારે પણ આવે છે સંકટ આ દેશ પાર,ત્યારે -ત્યારે તું જીવની પરવા કર્યા વગર રહે છે તું અડગ. માટે જ જીવી શકીએ છીએ અમે,દેશમાં અમન અને શાંતિથી. રહેશું સદાય તારા ઋણી અમે,કેમ કે તુજ છે અમારો રક્ષક . ગર્વ છે ઓ માતૃભૂમિના રક્ષક તારા પર,કેમ કે તેજ ક્યારેય દયા કરી નથી તારા પર. જ્યારે-જ્યારે આવે આંચ માત્રુભમિ પર ,ત્યારે-ત્યારે તું ત્રાંટક્યો છે દુશ્મનો પર એક વાઘની માફક. દુશ્મનો પણ હવે નજર નથી કરી શકતા દેશની સરહદ પર, કેમ કે તું ઊભો છે રાત-દિવસ સીમા પર પ્રહરીની જેમ. લોહી ઉકળી ઉઠે છે જ્યારે ,સાંભળું છું તમારી શહીદી. ભારત દેશ સદાય તારો ઋણી રહેશે તારા આ બલિદાનથી , કેમ કૈ તું જ સહી શકે આ ઋતુ અને દુશ્મનોનો પ્રહાર. તું પહેરેદાર ના હોય તો કોણ જાણે શું થાય આ દેશનું , તું જાય છે સીમા પર ,ત્યારે જ બાંધી દે છે માથા પર કફન મોતનું. ગર્વ રહેશે સદાય તારા પર ઓ ! રખવાળા , કેમ કે તેં જ શિંચન કર્યું છે લોહીથી આ માતૃભૂમિનું, નહી તો કોણ જાણે કેટલા ભાગ હોય આ માતૃભૂમિના !!!!