#Kavyotsav
ઝંખુ છું જોવાને ચહેરો આપનો,
જેમ ઝંખે સરિતા સાગર ને..!
ઝંખુ છું જોવાને સ્મિત આપનું,
જેમ ઝંખે વનરાજી વસંતને..!
હશે સ્મિત આપનું સુંદર,
જાણે જુઓ પાંદડી ગુલાબની..!
ચાહું છું જોવાને ઝૂલ્ફો આપની
જેમ ચાહે પંખી લહેર પવનની..!
ઇંતેજાર છે જોવાને વદન આપનું,
જેમ ઇંતેજાર ચાતકને વરસાદનો..!
સ્વભાવ તો છે આપનો મીઠો મધુર મધ જેવો,
તમે પણ હશો એવા જ,
જાણે ગુલાબનું ફૂલ બાગ મહી.
જોયા તો છે મેં આપને અનેકવાર અજાણતા,
પણ તમે એમાના કોણ છો? ખબર નથી..!
અંતે પૂછે માત્ર એક સવાલ આપને
કે આ દ્વિધા ક્યારે દુર કરશો..???