વારે રાજકરણ વા
મતો ના મત માટે જંનતાના મન ભરમાવ્યા
ભાઈ ભાઈ ને એક બીજા સાથે લડાવ્યા
ધર્મ અને મઝહબ નામ ના ધીંગાણા કરાવ્યા
વારે રાજકરણ વા
વિકાસ અને પ્રગતિ , ભ્રષ્ટાચારના વ્યાખ્યાન કરાવ્યા
શભાઓ રેલીમાં સમાજ ના સમય બગાડ્યા
આવી હવાઈ સફરમાં આમ આદમીની ને હવામાં ઉડાવ્યા
વા રે રાજકરણ વા
પબ્લિકના પૈસા એ પોતાના પેટ ભર્યા ગરીબ ભૂખ્યા રહ્યા
જાગો બુધ્ધી જીવો જીવન માં વિચારવા જેવું ખરું ખેલ લાવ્યા
નર નર ને કહે આ રાજકારણમાં નર ખોયા
વારે રાજકરણ વા
'નર'
નારાણજી જાડેજા
મુન્દ્રા