#Kavyotsav  #ghazal 
એકલતા ઝેર  છે!   મેં  ઝેર  પીધું છે!
સામે ચાલીને  ખુદથી મેં વેર લીધું છે!
વિશ્વાસ  કરીને તારી મીઠી વાતો માં,
જાત પર  જ મારી,  મેં  કેર કીધું છે!
તમારી ચૌખટ પર  તિરસ્કાર જ છે,
દિલને મારા તો પણ, મેં ફેર દીધું છે!
ભટક્યો  છું   ઘણું  સાવ લઘરવઘર,
તમારી  ગલીઓમાં, મેં નેર  કીધું છે!
સિતમ તમે  વરસાવતા રહ્યાં જો ને,
બદલામાં તેના તમને  ખેર  દીધું  છે!
જે  જે  યાદો  તમારી  આવતી રહી,
ભેળી કરીને એ બધી મેં ઢેર કીધું છે!
તમે  શોધી ન  શકો  ક્યાંય પણ મને,
એવા  વેરાન રણને, મેં  ઘેર  કીધું છે!
તમે માની નહીં શકો કે,  જીવું છું હું!
એમ  અસ્તિત્વ મારું મેં ઠેર કીધું છે!
©કમલેશ ખુમાણ 'મુંતઝીર'