મારા મહોલ્લામાં એક કાકા રહેતા હતા તેમને ત્રણ છોકરા ને બે છોકરીઓ નો વસ્તાર હતો
ભગવાનની મહેરબાનીથી પોતાની પત્નીની હયાતીમાં જ સૈને પરણાવી દિધા પછી તો આ કાકા ને કાકી બંને એકલા રહેતા હતા. સંતાનો એટલા દુર રહેતા હતા કે તેઓને પોતાના માબાપની ખબર લેવાનો પણ સમય ને ઇસ્છા થતી ના હતી.
આમેય બધાને મનમેળ થોડો ઓછો હતો.
પણ એક દિવસ કાકાના માથે આભ ફાટી નિકળ્યું અચાનક કાકીનું મરણ થયુ બસ એ દિવસથી જ કાકાના પડતીના દિવસોની શરુઆત થઇ ગઇ...
ખાવાની, પીવાની, કપડાં ધોવાની, પણ શુ કરે આવી દશા દરેકને વહેલી મોડી આવતી હોયછે પણ અમારે એ કાકા સાથે સારો સંબંધ માટે તેમની ખાવાની તકલીફો તો અમે થોડીઘણી પુરી કરતા હતા
દરરોજ તેઓ દાળ કે કઢી લેવા વાડકી લઇને અમારા ઘરે આવે ને મારી મમ્મી તેમને વિના સંકોચે દરેક ચીજ તેમને આપે સાથે થોડુંઘણું શાક પણ આપે આમને આમ તેમના દિવસો તેઓ પુરા કરતા હતા.
હું તે સમયે ઘણો જ નાનો પણ સમજદાર વધુ હતો મનમાં ને મનમાં હુ કંઇક વિચારતો હતો કે આ કાકાની કેવીછે આવી જીંદગી કે જેને આખી ઉંમર સુધી કંઇજ પણ કોઇની સામે માંગ્યું નથી ને આજે તેમને આવી પરિસ્થિતિમાં આવી ખાવાપીવાની ચીજો માગવી પડેછે! કાશ ભગવાન આવી પરિસ્થિતિ કોઇ આપણા દુશ્મનને પણ ના આપે...
ભગવાનને આપણે પ્રાથઁના કરીએ આવી કાકા જેવી દશા કોઇ પુરુષને ના મળે...
પણ શું થાય જેવા કર્મો કરીશું તેવા તેના ફળ તો ભોગવવા જ પડશે.
કુદરતછે તેની આગળ આપણું કંઇજ નથી ચાલવાનું કારણકે એ તકલીફ આપણા કર્મોનીછે માટે તેને આપણે ભોગવવી જ પડશે....