#kavyotsav
આ ઠંડી તાજ ી ઋતુમાં ગરમ હથેળ ી થઈ છે મારી
તારી આંખો કરે છે વાત જે નજરો સમજે છે મારી ...
કયાં જરૂર છે શબ્દોની કયાં જરૂર સંકેતોન ી
દિલથી દિલના સંબંધો છે,જે સમજે વાત સારી ...
મનની અંદર તો મોર ઉઠ્યા છે મહેક ી મસ્ત થઈ ને
ચહેરો રાખીશું એવો જાણે જીવીએ મનને મારી ...
મદહોશ મહોબ્બતમાં બન્યું ચકચુર દિલ આ મારું
દુનિયા ની તો બહુ દૂરન ી છે ના સાંભળે વાત એ મારી ...
---Nruti shah