ગઈ કાલે રાત્રે એક વિચાર આવ્યો ... એટલે ઈચ્છા થઈ કે મારા પરિવાર ને આ વાત કહું...વાંચજો અને તમારા વિચાર કહેજો...પ્લીસ..
હું યુ-ટ્યૂબ પર વધુ એક્ટીવ હોવ છું. એમાં ઘણી ચેનલો આવે છે. જેમાં પાકિસ્તાન રીએક્ટ ઈન્ડિયા એમાં ઘણી વસ્તું ઓ પર રીએક્ટ કરવામાં આવે છે.. એન્ડ ઘણી ચેનલો માં સોશીયલ એસ્પ્રીમેન્ટ કરવામાં આવે છે.. પાકિસ્તાન ઈન્ડિયા વિષે શું વિચારે છે .. ઈન્ડિયા પાકિસ્તાન વિષે શું વિચારે છે...એમાં કોમેન્ટસ્ વાંચવામાં મને ખૂબ જ ગમે એમાં લગભગ 80ટકા એક બીજા પ્રત્યે પ્રેમ છે એવું મે નોધ્યું છે... એકબીજા પર એક ગુસ્સો છે.. પણ પ્રેમ વધુ છે... આ..તો વાત થઈ મોટી? હવે વાત કરીએ આપણા દેશની તો બીજા ધર્મો કરતા મુસ્લિમ અને હિન્દુઓ વચ્ચે અંગ્રેજોએ જે ફાયદો ઉઠાવ્યો છે.. એ આપણે હજી ચલાવી રહ્યા છે... આમ જોઈએ તો હળીમળીને જ બધા રહે છે પણ જો રાજકારણ થી થોડી તીલી લગાડવામાં આવે બધા જોયા વિચાર્યા વિના લાગી જાય ધર્મના લીધે ઝઘડવા... મારી એક એક્ઝામ આવી રહી છે એમાં ધર્મવિશે આવે બધા એમાં મેં મુસ્લિમ ધર્મ વાચતાં મેં જાણ્યું કે ખરેખર આ ધર્મ લોકો સંપીને રહે ઝઘડ્યા વગર એની માટે સ્થાપવામાં આવ્યો તો અને લોકો અનેક ભગવાન પૂજતાને અંદર અંદર ઝઘડી મરતા એટલે અલ્લાહ એક છે એવું કહી એકતા સ્થાપી.... હવે આપણે જોઈએ ગીતા તો ગીતામાં પણ એમજ કહ્યું છે તું કર્મ કર હું એક જ છું મારા રૂપ અલગ છે... અંતે તો બધું મારામાં જ સમાઈ જશે...એટલે કહી શકાય કે ઈશ્વર પણ એક જ છે... પણ આપણે જે આજ કાલ ધર્મના ભેદભાવ એટલા કરીએ છીએ કે અમુક વાર... માણસાઈ ખોઈ બેસીએ છીએ...મને એવો વિચાર આવ્યો કે ધર્મનું ભાષણ આપવા વાળા ઘણા છે આપણે દરેક શહેર માં એક એક મેળો ભરી એક્તા નું ભાષણ ના આપી શકીએ... આ મારો વિચાર હતો... બહારના દેશોને પણ ખબર છે કે જો પાકિસ્તાન ને ઈન્ડિયા એક થાય તો કોઈની તાકાત એમની સામે ટકવાની નથી એવી જ રીતે હિન્દુ મુસ્લિમ એક થાય તો લોકો પર ભારે પડી જાય જેમ આઝાદી પહેલા અંગ્રજો પર પડેલા મારો એમ.બી.. પરિવાર સાથે હશે તો કદાચ આપણે સૌ એક મંડળ બનાવી નિસ્વાર્થ આની માટે કાર્ય કોકવાર જરુર કરીશું. લેખકો ઘણું કરી શકે ઈતિહાસ બદલી શકે આવનારો શું કહેવું છે તમારુ ? ...