'સાચી' લાગણીના સંબંધોમાં શું ફરક છે એક પુરુષ અને સ્ત્રી વચ્ચે...
જ્યારે એક પુરુષ, સ્ત્રીને છોડીને જાય છે ત્યારે સમય જતાં એ સ્ત્રી એ ઘા સહન કરવા સક્ષમ બની શકે છે. કારણ એ રડી શકે છે. રડતાં એનું હૃદય હળવું થઈ જાય છે અને એ ગોઠવાઈ શકે છે પોતાના ભાવિ જીવન તરફ...
પણ...
આજ પરિસ્થિતિનો સામનો જ્યારે કોઈ સ્ત્રી પ્રત્યે સાચી અને પવિત્ર લાગણી દર્શાવતા પુરુષ ને કરવાનો આવે ત્યારે એ વજ્ર સમાન પુરુષ કોમળ ફૂલની જેમ મુરઝાઈ જાય છે. એના પથ્થરદિલ હૃદયપ્રદેશમાં એને ઉગાડેલ પ્રેમનું સુગંધિત પુષ્પ બની જાય છે શૂળ...અને આજીવન એ શૂળ ખટકતી રહે છે એના દિલમાં. કારણ પુરુષ, સ્ત્રીની જેમ રડી શકતો નથી. જતાવી શકતો નથી પોતાના લાગણીના મહાસાગરને કોઈ સામે... ગોઠવાઈ શકતો નથી પોતાના જીવનમાં ક્યાંય પણ...
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'