ચલ ને કઈક અલગ કરીએ
લડતા જગડતા તો સહુ હોય છે
આપડે એકબીજાને મનગમતાં બનીએ!!
લાગણી ઓ ના કૈક અતૂટ સેતુ રચીએ
કે જ્યારે દૂર જઈએ તો પણ પાછા વળી શકીએ!!
એકબીજા થી દુર જઈને પણ પાસે આવવાના વિકલ્પો છોડીએ!!
આંખો થી જ આંખો ના વ્યવહાર કરીએ,
ને ક્યારેક એકબીજાને યાદ કરી એજ આંખો ને ભીની પણ કરીએ
ના હોય જ્યારે પાસ ત્યારે આંખો ના આલિંગન થી તૃપ્ત થઈએ!
વાતો ની વણજાર થી જ એકબીજામાં ઓતપ્રોત બનીએ,
તો ક્યારેક મસ્તી કરી ને એકબીજાની હસ્તી ઓળખીએ!!
હોઈએ જયારે અળગા ત્યારે આ જ વાતો ની યાદો ને સહારો બનાવીએ..!!!
એકબીજાની સામે બેસી ને એકબીજાની ખામી ઓળખીએ
ને કયારેક એકબીજાની ખૂબી ઓ ને બિરદાવીએ
તો વિરહમાં એજ ખામી ઓ ખલે એટલા જોડાયેલા રહીએ!!
ચલ ને યાર હવે અણગમતી વાતો ને વિકસવા જ નથી દેવી તો
એકબીજાને મનગમતાં તો રહીએ મારા વ્હાલમ....
-Hina modha