હે સાંઈ...
હે સાંઈ...
જો તારે પ્રેમ આમ અધુરો જ રાખવો તો...
અમને મળાવ્યા શીદ?
હે સાંઈ...
જો સ્વપ્ન હકીકત માં બદલવા જ નોહતા તો...
અમને દેખાડ્યા શીદ?
હે સાંઈ...
જો મંજિલ સુધી પહોંચાડવા જ નોહતા તો...
અમને રાહ બતાવી શીદ?
હે સાંઈ...
જો દરેકે દરેક નો અંત નક્કી છે તો...
આ અમારા આંશુનો શીદ નહિ?
હે સાંઈ...
જો પ્રેમ તારું જ એક રૂપ હોય તો...
એમાં બંધન શીદ?
હે સાંઈ...
જો તું નિરાકાર છે તો...
પ્રીત માં આવા વળાંકો શીદ?
હે સાંઈ...
તું જ શ્રદ્ધા ને સબુરી તો...
શીદ અમને લાચાર ને મજબુર કરે?
હે સાંઈ...
હવે પળે પળે બધી પાળ તૂટી રહી છે તો...
તું શીદ ને અમને અતૂટ રાખવા મથે?
હે સાંઈ...
ખુદની જ ગેહરાઈ માં ખોવાયા છીએ...
તું શીદ અમને બહાર કાઢવા મથે?
હે સાંઈ...
મુંઝવણમાં ફસાયા છીએ...
તું શીદ ઉકેલ બની નથ આવતો?
હે સાંઈ...
અમે ભટકી ગયા છીએ જીવનપંથ...
તું શીદ આવીને અમારો હાથ નથી પકડતો?
હે સાંઈ...
જનમ નોહતો અમારા હાથમાં...
પણ શીદ ને મૃત્યુ હાથમાં લેવાનું મન થાય?
તું ફરીથી જીવતા શીખવાડી જા...
હે સાંઈ...
જો તું અન્ન ના ભૂખ્યાને અન્ન આપે તો...
અમ પ્રેમ ના ભૂખ્યાને પ્રેમ કેમ નહિ?
હે સાંઈ...
તું ગુસ્સાને ગળી જવાનું કહેતો...
તો નફરત પણ ગળવી જ રહીને?
હે સાંઈ...
તું હર જખમ નો મલમ છે તો...
શીદ?
બેઅસર બન્યા જખમ કે પછી મલમ જ...
હે સાંઈ...
તું જ એક આશ...
કર સાચી મારી હર આશ...
તું જ એક આશ...
કર પુરી મારી હર કાશ...
મુંજ જીવન તારા હાથમાં...
લઈ જા એને તું પાર...
હે સાંઈ...??