#kavyotsav
અત્યંત નજીકથી અનુભવાતા શ્વાસોના પ્રેમમાં છું હું,
લાગણીઓ થી ભરપૂર જીવતા માણસોના પ્રેમમાં છું હું;
ચોક્કસ સમયે શણગારિને બોલાતા શબ્દોના પ્રેમમાં છું હું,
ધારદાર અવાજ ધરાવતા કેટલાંક નિશબ્દોના પ્રેમમાં છું હું;
મન તરબતર કરતી માધવ નિ વાંસળી ના પ્રેમમાં છું હું,
પ્રગટાવી શકે હજારો દિવા,એવી દિવાસળિના પ્રેમમાં છું હું;
કુદરતને ચાહતા રહેવાની મારી આદત ના પ્રેમમાં છું હું,
નિર્દોષ ભાવે થતી આ રિતે ઇશ્વરની ઇબાદતના પ્રેમમાં છું હું!!!
---Nruti Shah...