#કાવ્યોત્સવ
કાવ્યપ્રકાર : આછંદાસ
લાગણીનું વહેવું એટલે પ્રેમ
એ થીજેલી ઘટના થોડી છે?
એ તો વહે છે બસ!
તારા તરફ ,મારા તરફ, ચોતરફ ...
હા એ સહજ હોવું ઘટે,
કૃષ્ણની જેમ જ સ્તો
એટલે જ તો પ્રેમ
કાલાતિત ઘટના છે
એ હતો કે થશે થોડું હોય?
એ તો હોય જ
હંમેશા
વિયોગે કે મિલનમાં
છલોછલ હૈયાની ભરપુરતા એ પ્રેમ !
એ વહેવાર થોડો છે ?
કે
તુ મને પ્રેમ કરીશ
તો જ
હું કરીશ પ્રેમ
પ્રેમ એ કરવાની વાત જ નથી
એ હોવાની , થઈ જવાની વાત છે
એTo Do નથી
બસ To be જેવો સહજ છે પ્રેમ !!!!!