#KAVYOTSAV
ગઝલ...
હૈયું મારું તો હરખાય જ્યારે મળે તું મને,
ને પછી જાય શરમાય જ્યારે મળે તું મને.
શું થઈ જાય છે આ ચમનનાં બધા ફૂલને?
જોઇને સૌ બળી જાય જ્યારે મળે તું મને.
પ્રેમની વાત તો ખૂબ કરવાનું મન થાય છે,
કાંઇ પણ વાત ના થાય જ્યારે મળે તું મને.
હું બધું ભાન પણ ભૂલી જાઉં છું જોઇ તને,
મારું વર્તન તો બદલાય જ્યારે મળે તું મને.
કેટલો પ્રેમ છે મારા પ્રત્યે તને ઓ સનમ,
એ ય આંખોથી છલકાય જ્યારે મળે તું મને.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)