#KAVYOTSAV
ગઝલ...
કોક આવીને હૃદયમાં ઘર બનાવી જાય છે,
લાગણીના ફૂલથી માળા ચઢાવી જાય છે.
ભીંત બારી બારણાંને કોક તો સમજાવજો,
ભાવનાથી માનવી પણ છત સજાવી જાય છે.
પાનખર આવે ને વૃક્ષો પાન ખંખેરી દે છે,
માનવી પણ જાત પોતાની બતાવી જાય છે.
પારકો છે દેહ પણ એ કોક 'દી છોડી જશે,
આમ કુદરત આ નિયમને પણ જણાવી જાય છે.
રાખનો છે તું બનેલો માનવી ના કર ઘમંડ,
છેવટે કુદરત બધાને હચમચાવી જાય છે
- ઉમેશ તામસે 'ધબકાર'