#kavyotsav
સુખની શોધ
સુખની શોધમાં, આમ તેમ ફરતો !,
ઝડપભેર ચાલતો, રસ્તો મોટો કાપતો !
સામે જે મળે, સહુ કોઈને પૂછતો,
સુખ ક્યાં મળે છે? તમે જણાવશો?
ગામ ગામ, શહેર શહેર હું ભટકતો !
સાચું ખોટું સહુ બોલતા, પ્રેમ થી સંભાળતો !
ગલી ગલી સાદ મોટા પાડતો,
મળે જો સુખ તો સરનામું મારું આપજો.
હાય રે સુખ ની શોધમાં, હું ક્યાં ક્યાં ભટકતો !
ધોધમાર વરસાદ માં હું કેટલું પલળતો.
હતું તે સઘળું, આમ જ ગુમાવતો,
અધેલી મળતી ને બાર આના ખોઈ આવતો.
ડુંગર ચઢતો ને, જંગલ ને રસ્તે જાતો,
કસ્તુરીમૃગ જોઈ એ વાત સમજતો,
આત્મખોજ કર દીકરા,
સુખની શોધ હવે મિથ્યા હું માનતો.
-દિનેશ પરમાર