તું આહવીજ છે...
તો આહવીજ કેમ?...
જો તું આહવીજ છે તો...
કેમ થઈ ગઈ તું આહવીજ...
હું તને પૂછું તો ખરા ને..
કે...


હું...
હું એટલે હું જ...
માત્ર હું જ...


હું એટલે હંમેશા ચેહરા પર રહેતું બાળસહજ નિર્દોષ સ્મિત...


હું એટલે નાનીમોટી વાતે કે જીદ પકડી કોઈ ખૂણામાં બેસી ડૂસકાં ભરવા...


હું એટલે સુખમાં તો ખુશ રહેતી જ સાથે દુઃખમાં પણ એકાદ ખુશી શોધી જ લેતી...


હું એટલે મારા ભાગનું ખાવાનું ક્યારેક ભૂખ્યા માણસો,ગાય, કૂતરાને ચુપકે થી આપી દેતી...


હું એટલે બીજાઓના આંસુઓ મારા નયનોથી વહાવી જતી પણ ખુદના તો મય જ સંઘરી રાખતી...


હું એટલે નાની નાની ખુશીઓમાંજ ખુશ થઈ જતી માત્ર સપના જ મોટા દેખતી...


હું એટલે હંમેશા બધાયની વાત માનતી એ અપવાદ કે મારી ઇચ્છાઓને અવગણતી...


હું એટલે નાનાં નાનાં માસૂમ ભૂલકાઓ સાથે એમના જીવી બની જતી...


હું એટલે ક્યારેય કોઈને નિરાશ કે હતાશ કે ઉદાસ ન જોઈ શકતી ફટ લઈને કોઈને કોઈ તરકીબ અજમાવવા લાગતી એમને હસાવવા...


હું એટલે ખજાનો સખીઓ માટે નો વાતોનો ખજાનો કોઈને મોકો જ ન મળતો કૈં બોલવાનો...


હું એટલે બધાય મોટેમોટે થી બોલીને ઝઘડતા ને હું મૌન ધરી બેસી ઝઘડી લેતી...


હું એટલે સ્વીટ જોઈને પાગલ જ થઈ જતી કે ક્યારે એને ચટ કરી જઉં તોયે કારેલા મારા ઓલવેઝ હોટ ફેવરિટ રહેતા...


હું એટલે આડી પડેલી હોઉં ત્યારે આળસુ પણ જો ઉભી થઈ જઉં ત્યારે બધું જ કામ ઝપાટાભેર ખતમ કરી નાખતી...


હું એટલે એક એવો તારલો કે અન્યની ચાહત માટે ખુદ ખરી જવાની દુઆ માંગતી...


હું એટલે અડીખમ મજબૂત નીડર દરેક ને સાથ આપવા ત્યાર ભલે ખુદ અંદરથી હારેલી તૂટેલી વિખરાયેલી તોય...


હું એટલે બસ બિન્દાસ મને જે થવું હોય એ થાય પણ હા મારા લીધે કોઈને કીડી જેટલું પણ દુઃખ કે હાનિ ન થવી જોઈએ...


હું એટલે એક ચંચળ રંગબેરંગી પતંગિયું પળમાં જ દરેકના મન હરી લેતી...
પણ હા ક્યારેય કોઈના હાથ ન આવતી...


હું એટલે આમ તો હું આવી જ છું... આવી જ હતી... ને રહીશ પણ...


આ સમય ના ઘા તે એવા ઊંડા વાગ્યા કે ન એને દેખી મારી નાદાની કે ઉંમર કે સપનાઓ...


બસ એકપછી એક ઘા કરતો જ રહ્યો...
જાણે હું માત્ર એક જ ન હોઉં આ ધરતી પર...


પણ હું એટલે હું જ...
એને હરાવી ને જીતવા નથી માંગતી...
કેમકે મને હરાવી ને જીતવું ન ગમે...


પણ હા,
હું એને હર પલ ખુશી થી જીવતી રહી ને એ એહસાસ કરાવીશ કે,
હું એટલે હું જ...


હું એટલે સીમરન...
સીમરન એટલે સ્મરણ કરવું, સ્મર્યા કરવું,યાદ કરવું,રટણ કરવું...
ને મારા માટે સીમરન એટલે સાંઈસુમિરન માંજ વ્યસ્ત રેહવું....


હું એટલે આમ જોવા જઈએ તો એક ખુલી કિતાબ ને આમ જોવા જઈએ તો રહસ્યમયી એક રાજ...


ને છેલ્લે,
એટલું જ કે...
હું એટલે આ વાંચીને અંતે તમારા મનમાં આવતો પહેલો વિચાર...


#સાંઈ સુમિરન...

(તમારા મનમાં આવતો વિચાર મને જરૂર કહેશો હો...)☺

Gujarati Whatsapp-Status by Simran Jatin Patel : 111031219
Simran Jatin Patel 8 year ago

હા ટિયા...

Tiya 8 year ago

ha di a to kavya sim ma che te j che

Neel Patel 8 year ago

ha.. tari ichha puri thai ame aevi dua karsu.. hahaha

Simran Jatin Patel 8 year ago

હા નીલ જેવી છું તેવી જ રહેવું છે.... કોઈ મને આવી જ સ્વીકારે એવી ઈચ્છા છે...

Simran Jatin Patel 8 year ago

હા ટિયા આ ગામઠી ભાષાનો શબ્દ હોય શકે..... ને તે પહેલાં પૂછ્યું હતું ને એ પોસ્ટ ને રિલેટેડ જ આ પોસ્ટ છે તું સમજી જ ગઈ હશે.....

Neel Patel 8 year ago

nice simmi.. jeva chho aeva j raho... su khbr koi ne tame jeva chho aeva j gamta hov..

Nirav Patel SHYAM 8 year ago

આહ વીજ કોઈ શબ્દ નથી.. આવી જ છે.. એને ગામઠી ભાષામાં આહવી કહેવાતું હશે

Tiya 8 year ago

wah di mast ho...tame jeva cho teva j best cho... pan a aah vij atle su ?? me pela pan puchyu hatu ...

Nirav Patel SHYAM 8 year ago

અને સિમ્મીજી.... સિંગલ હોવાનું બહુ ટેનશન ના લેવાય.... હું પણ સિંગલ લોકોની લાઈનમાં જ ઊભો છું... હા..હા..હા.. કોઈ મળે કે ના મળે આપણે મોજથી જીવતા રહેવાનું.. બોલો સિયાવર રામચંદ્ર કી જય

હરિ... 8 year ago

sachu kidhu @tanvi ji...dhiraj dharo..

Nirav Patel SHYAM 8 year ago

વાહ તન્વીજી.. બહુ મસ્ત વાત કહી...

Tanvi Tandel 8 year ago

આશા ને અમર બનાવીને જ જંપશું ... હા હા હા

Tanvi Tandel 8 year ago

યોગ્ય સમય ની રાહ જુઓ. પ્રભુ ના કેલેન્ડર માં દરેક માટે યોગ્ય જીવનસાથી તારીખ સાથે ખુશીઓનો ગુલદસ્તો લઈને ઊભો જ હોય છે..

Nirav Patel SHYAM 8 year ago

તો પણ આશા એ આશા એ જીવે છે કે એની આશા પૂર્ણ થશે

Simran Jatin Patel 8 year ago

આશા ને પણ ક્યાં હજી અમર કે પ્રેમ મળ્યો છે.....

Nirav Patel SHYAM 8 year ago

અરે પણ મને સર ના કહેશો... તન્વીજી બહુ મોટા માણસ જેવું ફિલ થાય છે..

Tanvi Tandel 8 year ago

પેલો નાટક નો ડાયલોગ યાદ આવી ગયો Niravsir...આશા અમર છે.... અમર પ્રેમ છે.પ્રેમ સલમાન ખાન છે....હજુ આગળ યાદ કરવું પડશે

Nirav Patel SHYAM 8 year ago

અરે મળી જશે.. આશા અમર છે અને અમર પ્રેમ છે. ભગવાન કોઈને એકલા નથી રાખતા

Simran Jatin Patel 8 year ago

રાજ જ એ રાઝ કળી શકશે કદાચ..... ન આવ્યો તો સમય જતાં રાઝ દફનય પણ જાય....

Nirav Patel SHYAM 8 year ago

રાજ માં પણ રાઝ છુપાયેલું લાગે છે

Simran Jatin Patel 8 year ago

જિંદગી તો જીવું જ છું.... બસ સીમરન ને કોઈ રાજ મળી જાય....

Simran Jatin Patel 8 year ago

આહવીજ એટલે કદાચ આવી જ થતું હશે..... આ શબ્દ મારો નથી મને કોઈએ કહેલો છે.....

હરિ... 8 year ago

mast...@simmi di...આહવીજ એટલે..??

Simran Jatin Patel 8 year ago

સોરી પ્લીઝ હું માફી ચાહું છું.... થોડી વ્યસ્ત હતી.... સંસારરૂપી માયાજાળની જાળમાં અને વિચારોના વમળોમાં.... પણ હવે અચૂકપણે હાજરી પુરાવતી રહીશ.... ખૂબ આભાર આપ સૌનો....

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@simran...અદ્ભુત રચનાઓ હમેશાં...બસ તું મનમાં આવે એ કર...એક વાત કહેવી છે કે મને પણ કોઈવાર યાદ કર...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Komal Chovatiya 8 year ago

jordar.....@simmi di

Nirav Patel SHYAM 8 year ago

વાંચી ને એક જ ડાયલોગ આવે દિમાગમાં... જા સીમરન જા.. જીલે અપની જિંદગી..... યાર આવતા રહો નહીં તો ભૂલતા વાર નહિ લાગે

Ravina 8 year ago

વાહ સિમ્મી... આવી જ રહે... કેમ બોલતી નથી આજકાલ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now