Gujarati Quote in Story by jagruti rathod

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માધવ ઓ માધવ ચાલ જલદી ઉઠી જા.
દાદી નો અવાજ સાંભળી માધવ
આંખો ચૉળતા ચૉળતા દાદી પાસે આવી બેસી ગયો. આજે તારું નામ નિશાળ માં દાખલ કરાવવા જવું છે ને?
માધવ અને દાદી બન્ને જ એકબીજા ની દુનિયા!
દાદી એ માધવ ને તૈયાર કરી નિશાળે જવા
નીકળ્યા. જંગલ ની આ પાર ઘર અને પેલે પાર
નિશાળ. આજે તો દાદી સાથે હતાં. પણ રોજ તો માધવ ને એકલા જ આવવું પડશે. આ વાત દાદી ની ચિંતા વધારી રહ્યુ હતું.
વિચારો માં જ ક્યારે નિશાળ આવી ગઇ એ
તો માધવ નાં અવાજે જ ખબર પડી. જુઓ દાદી અહિ તો મારા ઘણાં મિત્રો મળશે. દાદી
માધવ નું નામ દાખલ કરાવી ઘર તરફ પાછા
ફરે છે. ગાઢ જંગલ માં થી પસાર થતાં રસ્તે
દાદી માધવ નો હાથ છોડતા નથી.
રાત્રે માધવ ને પોતાની પાસે બેસાડી દાદી
કહે છે ; જો માધવ, નિશાળે જતા રસ્તા માં
તને કોઈ મુશ્કેલી જણાય તો કૃષ્ણ ને સાદ કરજે. એ જંગલ માં જ ગાયો ચરાવતો હશે.
માધવે પુછ્યું કે દાદી એ કોણ છે?
દાદી કહે એ તારો મોટો ભાઈ જ છે. સવારે માધવ સ્કૂલે જાવા નીકળે છે તો દાદી રાત વાળી વાત ની યાદ અપાવે છે.
માધવ રસ્તે ચાલતા જંગલ ની મધ્યે પહોંચે
છે તો જાનવરો નાં અવાજ થી ડરી કૃષ્ણ ને સાદ કરે છે.
કૃષ્ણ ઓ કૃષ્ણ મને ખૂબ ડર લાગે છે. આવ ને!!
આગળ જતા ઉંચા સાદે અવાજ દઇ માધવ
ડર નો માર્યો ધ્રુજવા લાગે છે. બાળક ની પુકાર સુણી ભગવાન પણ દોડી આવે છે. વાંસળી નાં સુર રેલાવી જંગલ ને સંગીતમય બનાવી દીધું.
માધવ ને સામે એક યુવાન હાથ માં વાંસળી
માથે મોર પંખ અને પીળું પીતાંબર પહેરેલ નજરે પડે છે. માધવ તો રાજી થઈ ગયો. સારુ થયુ કૃષ્ણ તું આવી ગયો. મને બહુ ડર લાગતો હતો.
ચાલ હવે મને નિશાળે મુકી જા.
કૃષ્ણ તો માધવ ની આંગળી ઝાલી નિશાળ નાં દરવાજા સુધી મુકવા આવે છે. જતા જતા માધવે સાદ કરી કૃષ્ણ ને કહ્યુ જો સાંજે પાછો સમયે લેવા આવી જજે.
કૃષ્ણ તો સાંજે નિશાળ છુટવા નાં સમયે દરવાજે આવી ઉભા રહ્યાં. માધવ પણ કૃષ્ણ ને જોઇ હાશકારો અનુભવે છે. રસ્તે ચાલતા માધવ ઘણી વાતો કરે છે. એવામાં ઘર આવી ગયું અને માધવ ને મુકી કૃષ્ણ ચાલી નીકળ્યા.
માધવ તો ઘેર આવી દાદી ને બધી વાત કરી.
દાદી એ કૃષ્ણ ને છાતી સરસો ચાંપી છલકાતા નયને કૃષ્ણ ની મૂર્તિ સામે હાથ જોડી ગદગદ
થઈ પ્રાર્થના કરે છે. હે મુરલી મનોહર તેં મારી ભક્તિ ની લાજ રાખી.

Gujarati Story by jagruti rathod : 111031075
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now