. *ગુલામી*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
દર્દ કેવી રીતે બહાર કાઢવો ગુલામીનો
નિરાતે હવે શ્વાસ પણ નથી ગુલામીનો
દર્દ પૂછો એ,પંખીને જે બંધ પિંજરામાં
કેમ લેવાય શ્વાસ પૂછો ગુલામી પંખીને
ડરી ડરીને પાણી કેમ પીવે પૂછો એ પંખીને
એકલું કેમ પિંજરમાં પૂછો ગુલામી પંખીને
ડાળી ડાળી પર ફરતું આજે પિંજરમાં બંધ છે
ખુલ્લા આકાશમાં ફરતું આજે પિંજરમાં બંધ છે
ચાંચ મારી ડાળીને ખોદતું આજે ગુલામ છે
સળીયાને ચાંચ કેમ મારે પૂછો ગુલામી પંખીને
ગોતી ગોતી ફરી ફરીને ફળ ખાતું આ પંખી
સૂકી રોટલી કેમ ખાય પૂછો ગુલામી પંખી ને
ગુલામીની આ ચાર દિવાલમાં શું છે એ ખબર પડી
આઝાદી થી કેવી રીતે રહેતું,પૂછો ગુલામી પંખીને
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
.*ધવલ રાવલ*
TRUST ON GOD