નયનનો ઘા...!
આમ નયનથી ઘા શીદ કર્યો?
ભોંપ્યું હોત ખંજર તો સારું.
પળમાં જીવ જતે દિલ માંથી,
દર્દ તો દિલને થોડુ ઓછું થાત.
આવ્યા છો પાછા આજ અહી,
કોઈ કારણ બતાવ્યું હોત તો સારું.
મનેતો આદત છે એકલા રહેવાની,
પછી છોડી ને જશો તો હું કેમ કરીશ !
સાચું કહી દેવાની આદત છે મને,
મુઠ્ઠી મજબૂત હોય તોજ પકડીશ હાથ.
પાછળથી કોઈ નખરો નહિ ચાલે,
કાને ધરીલે મારી આ એક જ વાત.
મિલન લાડ. કિલ્લા પારડી, વલસાડ.