આ કળિયુગ છે..
અહીં કોઇને હસાવો નહીં તો કંઇ નહીં,
કોઇને રડાવો નહીં તો ય ઘણું છે.
આ કળિયુગ છે..
અહીં કોઇની ઇજ્જત બચાવો નહીં તો કંઇ નહીં,
કોઇની ઇજ્જત લુંટો નહીં તો ય ઘણું છે.
આ કળિયુગ છે..
અહીં દાન-ધર્માદો કરો નહીં તો કંઇ નહીં,
કોઇનાં દીધેલાં પાછાં આપી દયો તો ય ઘણું છે.
આ કળિયુગ છે..
અહીં કોઇને મદદ ન કરો તો કંઇ નહીં,
કોઇને નડો નહીં તો ય ઘણું છે.
આ કળિયુગ છે..
અહીં કોઇનાં વખાણ ન કરો તો કંઇ નહીં,
કોઇની ટીકા ન કરો તો ય ઘણું છે.
આ કળિયુગ છે..
અહીં કોઇનું દિલ જીતી ન શકો તો કંઇ નહીં,
કોઇનું દિલ દુભાવો નહીં તો ય ઘણું છે.
આ કળિયુગ છે..
અહીં મંદિરો માં અન્નકૂટ ન કરો તો કંઇ નહીં,
કોઇ આંગણે આવેલાં ભૂખ્યાં ને જમાડો તો ય ઘણું છે.
આ ખરેખર કળિયુગ છે..
બધાં કહે છે કે અહીં કોઇ કોઇનું નથી,
તું કોઇ નો થઇ જા 'દિવલાં' તો ય ઘણું છે..!
- ડૉ.દિવ્યેશ મોરવાડીયા