#જિંદગી
સવાલો ના પોટલાં માં,મુંજાય જશે જિંદગી,
નહીં મળે જવાબ એકેેય, ગૂંચવાય જશે જિંદગી.
લઇ નશીબ હાથ હાલી નીકળ યારા,
આપ મેંળે મનગમતી,ઘૂંટાય જશે જિંદગી.
સપના જોવા પર નથી લાગતો વેેરો,
કરો જાત મહેેંનત,તો હરખાય જશે જિંદગી.
જીવન ની ગાડી ફક્ત,જઇ રુકે મોત સમ,
જીવવા ની શરૂઆત કરીલે,વેરાય જશે જીદગી.
લોભ,લાલચ,મોહ,માંંયા,છે સઘણા જમ,
ત્યાગની તું આદત ધારીલે, જીવાય જશે જીદગી.
હસી,ખુુુશી તો બેેેઉ સારા જીવન ' પ્રાતિક'
એનો તું આનંદ કરીલે, સમજાય જશે જીદગી.
દિનેશ,પરમાર'પ્રતીક'