જાણુંછુ હું ઘણું બધું પણ બોલતો નથી
કહેવાનું જ ક્યારેક કહુંછું બીજું કહેતો નથી,
મારાથી કઈ થાય કે ન થાય
પણ બીજાનો લાભ હું લેતો નથી,
એક તરફ તમે ને બીજી તરફ હું
એ બન્નેને ક્યારેય તોલતો નથી,
સુખ ક્યારેક હોય કે ન હોય પણ
દુઃખી થય ને રડતો નથી,
તમારાથી બધું થય શકે છે એ ખબર છે મને
મારાથી શું થાય એ બોલતો નથી,
જિંદગી છે મારી કેસર કેરી જેવી એટલે
એની ગોટલી 'મહર્ષિ' ગણતો નથી.
~ મહર્ષિ પંડ્યા