. *આકાશ*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધૂળથી બહાર આવી,દુનિયા વચ્ચે મારે જવુ છે
દુઃખ જોઈ આસાન કરી, આકાશે મારે ઉડવું છે
આભના સહારે બતાવું મારે દુનિયાનો રંગ
કરી બધાનો ભરોસો,આકાશે મારે ઉડવું છે
વરસાદ બની ને ધોધમાર વરસવાનું છે
છાંટા કેરું સુખ આપી,આકાશે મારે ઉડવું છે
ચંદ્ર બની દુનિયામાં અંજવાળું કરવાનું છે
ધીમે ધીમે પ્રકાશ આપી,આકાશે મારે ઉડવું છે
તૂટતાં તારાને બચાવવા,અંધકારને હવે છે રોકવો
સૂરજ તણો તાપ આપી,આકાશે મારે ઉડવું છે
કલમ ના સંગાર્થે ભરોસો અપાવું છું
જીતી જગનો ભરોસો,આકાશે મારે ઉડવું છે
જોઇ જગને સુખી પછી રાખવી ધીરજ મારે
પડી ના જાવ એવી રીતે આકાશે મારે ઉડવું છે
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
._*ધવલ રાવલ*_
._*TRUST ON GOD*_