વાવાઝોડું:
એ તેં ગજબ વાવાઝોડું બની ને જીવન મા આયો.. મારા જીવન અને મારા અસ્તિત્વ ને ચીન્ન ભિન્ન વેરવિખેર કરી ગયો.... અને જ્યારે વાવાઝોડું વહી ગયુ... એનાં ગયા પછી જ્યારે મે મારા વેરવિખેર થયેલા જીવન અને ચીન્નભિન્ન થયેલા વ્યક્તિત્વ ને ફરી સમેટ્યું...ત્યારે મે મારા એક અત્યંત નવા જ વ્યક્તિત્વ ને જોયું...ખૂબ અદ્ભૂત મારુ એ વ્યક્તિત્વ મે કદી પહેલે નોઁહતૂ જોયું... ત્યારે મને ખ્યાલ આયો ..એ વાવાઝોડું બની ને મારા જીવન ને વેરવિખેર,અસ્તવ્યસ્ત કરવા નહીં..પણ મારા જીવન ને એક નવો આકાર આપવા આયો હતો...મારુ પોતાનુ મે ન જયેલું એક અત્યંત ભિન્ન પરંતું અત્યંત પ્રેમાળ સ્વરુપ મારે દેખાડવા આયો હતો.....
ક્યારેક મારા જેવા લોકો જન્મ પછી જીવન જીવવા નું ચાલુ નથી કરતા.. પરંતું જીવન નાં અમુક રોમાંચક વળાંક આવ્યાં પછી....અમુક લોકો નાં આગમન પછી... અથવા એમ કહી શકો કે વાવાઝોડા નાં આગમન પછી... અને એ વાવાઝોડા નાં ગયા પછી.... ખ્યાલ આવે છે.. કે એ તો વાવાઝોડા જેવો જ દેખાતો ધીમો ધીમો વરસાદ હતો... વરસાદ તો વરસી ગયો.. પરંતું જીવન રૂપી શ્વાસ મા માટી ની મીઠી મીઠી સુગંધ મુકી ગયો....માટી ની એ મીઠી સુવાસ શ્વાસ મા જ ઘર બનાવી જીવનભર રહી જશે...અને બસ હવે મારા જેવા વ્યક્તિ જીવન સાચી રીતે જીવવા નું આરંભ કરેશે...આવા વળાંક પછી... વાવાઝોડા નાં આવ્યાં પછી....