Hindi Quote in Whatsapp-Status by Simran Jatin Patel

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા વિના....

કોઈ ના વગર કંઈ અટકતું નથી,
લોકો આવું કહે છે,

પણ હા એ સમય છે,
જે અટકતો નથી,

કયારેક તમે ખુદ વિચારજો,
જો કયારેક મન માં,

શાંતિથી બેઠા હોવ કે,
ઉતાવળે કોઈ કામમાં હોવ,


જો તમને એની યાદ આવી ગઈ,
તો તમારું બધું જ ત્યાં જ અટકી જશે,

જાણેકે તમે આ દુનિયા માંથી,
ઘડીભર એની દુનિયા માં ચાલ્યા ગયા હોય,

મન માં તો બસ! 
એની જ વાતો નું ને યાદો નું ઘોડાપૂર,

આંખો માં આસું ભલે હોય,
પણ ચહેરો મલકતો હોય,

પણ જયારે તમે આ યાદો માં થી
બહાર આવશો ને ત્યારે,

તમને સમજાશે કે અટકતું તો 
આમ કંઈ નથી પણ,

પણ યાદો માંથી ભાન માં,
આવ્યા પછી આ અસલ જગત માં,
શ્વાસ લેવો મુશ્કેલ થઈ જાય છે,

ખુલ્લા આકાશ નીચે પણ,
ગૂગળામણ થવા લાગે છે,

ને હવે મારે પણ અહીં જ,
અટકવું પડશે....
#સાંઈ સુમિરન....


Hindi Whatsapp-Status by Simran Jatin Patel : 111029771
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now