આપણી જિંદગી માં આપડે ઘણી વાર કૈક વધુ જ મનચલા બની જતા હોઈએ છીએ ખાસ કરી ને પ્રેમ પ્રકરણ માં કારણ કે કોઈ પણ વ્યક્તિ ને પૂછશો કે શું કામ દુઃખી છો કે કયા કારણ થી !?ત્યારે ઘણા જ લોકો ના જવાબ કેવા હોય કે બસ આ વ્યક્તિ એ મને દુઃખી કર્યો કે કરી જેના માટે હું પ્રેમ પાથરતી ને પોતાની જાત ને લૂંટાવી જાણી કે લૂંટાવી જાણ્યો...!!!પણ ક્યારેય બીજી સાઈડ થી વિચાર્યું કે જ્યારે પણ તમારી લાઈફ માં જે પણ વ્યક્તિ આવે છે સમય પ્રમાણે એ બેસ્ટ જ હોય છે પણ અમુક રુણાનુબંધન પુરા થતા એ વ્યક્તિ ઓ કુદરતી છુટા પડી જતા હોય છે ને એમને નિયતિ જ છુટા પાડતી હોય છે ને આપડા માટે બેસ્ટ માંથી વર્સ્ટ બની જતા હોય છે....!!!પણ જો એ વર્સ્ટ ના બને તો નિયતિ ના નિર્માણ પ્રમાણે જે ખરેખર તમારા માટે બન્યા હોય એ કેવી રીતે તમને મળી શકે !?તેથી જ જિંદગીની આ આવનજાવન માં જ્યારે જે રસ્તામાં રાહી મળ્યા સંજોગ પ્રમાણે બેસ્ટ સમજી ને હમેંશા પ્રેમ રૂપી વ્યવહાર થી જિંદગી ને જીવતા આવડી જશે તો આ દુઃખ દુઃખી થઈ ને આપોઆપ જતું રહેશે..So stay in living things with no regrait..
-Hina modha