શિક્ષક ...સૌથી પહેલા આપણાં ગુરુ માતા પિતા જેમણે જીવન જીવતા અને દુનિયાદારી ના પાઠ ભણાવ્યા અને તેમનાં પછી જીવનના ,સાક્ષરતાના પાઠ ભણાવ્યા તે આપણા શિક્ષક .
સાવ કોરી પાટી જેવું આપણું બાળમાનસ હતું ત્યારથી લઈને સમજદારીના આસમાને પહોંચાડ્યાં.જીવન માં સફળતા નિષ્ફળતા ને પચાવતા અને તેનાથી ઉપર આવતા શીખવાડયું
તેમનો આભાર માની ને તેમની મહેનત ને તેમણે કરેલા ઉપકારો નો બદલો ના ચુકવી શકાય.જેમણે જીવન ના ધડતર નો પાયો નાખ્યો.તેમના માટે આભાર શબ્દ નાનો છે .
શું શિક્ષક દિવસ માત્ર વર્ષ મા એક દિવસ જ હોય?
મારા પ્રમાણે તો ના જીવન ના દરેક દિવસે મારે મારા તમામ ગુરુ નો આભાર માનવો પડે.
આભાર અને ધન્ય છે તેમને.