(Part -4 )
પશ્ચાતાપનાં આંસુ સારતા માલવને જોઈ જશોદાબેન પણ ભાવવિભોર થઈને માલવના માથે હાથ ફેરવતાં બોલવા લાગ્યાં: ‘મારો કાનુડો… મારો કાનુડો…’ માલવ પણ બા ને ભેટી પડીને જાણે કે ચાલીશ વર્ષ પહેલાંનો કાનુડો બની ગયો. તે સાથે જ માલવના માથે હાથ ફેરવતાં જશોદાબેને આનંદના અતિરેકમાં એક ડચકું ખાધું અને… એક મા એ પોતાના દીકરાની અધૂરી રહી ગયેલી ઈચ્છા પુરી કરવા માટે, તેને કંઇ પણ તકલીફ ના પડે તેવી રીતે મા ના લાડ-પ્યારનો અંતિમ પરચો આપી દીધો.
-*-*-*-
સુરેશ ત્રિવેદી....
......સમાપ્ત.......
જય ભોળાનાથ... મારા વ્હાલા પરિવાર ને.... ટાસ્ક પર છું એટલે વાત નથી થતી... એ બદલ માફી માગું છું...
આપ સૌની ખુબને ખૂબ યાદ કરું છું....સમય મળ્યે વાત કરશું હોને... બસ આમ જ હસતાં-રમતાં રહેજો...
અને હા જો...જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ...હો
અને ઓય કોમલ આવું ત્યાં સુધી ભાવેશ ભાઇ અહિયાં જોઇયે...હોને.... તમે આવી ગયા એનો મતલબ એમ નથી કે તમને ક્ષમા કરી દીધાં... અને હાં મેં વાંચ્યું તમે શું કહેતાં હતાં એ..'આમ કોઇનું પણ નામ લેવાય??' હા જાણું છું કે ના લેવાય.... પણ પોતાનાનું તો લેવાય ને....???
હા હિનાજી તમે વાઘને બોલાવો તો હું ના બોલાવી શકું...??? હા હા હા...
રવિનાજી હજુ ના સમજાયું ને...???? કારણ...હજુ સમજવાનો સમય નથી આવ્યો....સમય આવ્યે એની મેળે જ સમજાય જશે હો...મગજ ને ખોટી કસરત ના કરવશો....
બેના તમને મનાવવા ના તો છે જને...એમ કાંઇ મારી ફરજ ના ચુકૂં હો... પણ થોડા દિવસ આપની નારાજગી સરઆંખો પર....અને બેના રીસામણાં પર... પણ હા ૧૨ વાગ્યે કાનાના દર્શન કરવાનું ના ચૂકતાં હોને...૧૨:૦૦:૦૦ થી ૧૨:૦૦:૩૦નું શુભ મુહૂર્ત છે...
...જય ભોળાનાથ....
...હર હર મહાદેવ...