Gujarati Quote in Whatsapp-Status by Ranna Vyas

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(ભાગ - 02 )

પોતાને હિંદુ ગણાવતો બહોળો વર્ગ જો ગીતા નો કર્મ યોગ સમજે તો કામચોરી કે ભ્રષ્ટાચાર માટે અવકાશ ન રહે પણ આજે ભક્તિ ને નામે યાંત્રિક – ઉપવાસ-પૂજા પાઠ અને અન્ય પાખંડ આચરનાર લોકો ઘણા છે. જન્માષ્ટમી એ ઉપવાસ નહી કરો તો ચાલશે. કોઈ ગરીબ બાળક ને જન્માષ્ટમી ના દિવસે માખણ નહી તો દૂધ પીવડાવશો તો મોટુ પુણ્ય છે. કૃષ્ણ એક એવા ગુરુ છે જેની કહેલી વાતોનું અને આચરણ નું લોકોએ પોતાને ગમતુ અર્થગ્રહણ કરે રાખ્યુ. ભાગવત કે મહાભારત માં શ્રી કૃષ્ણના જુગાર રમવાનો કોઈ ઉલ્લેખ નથી છતાં જન્માષ્ટમી એ જુગાર રમાય છે અને ઘણું ખરુ મંદિરો માં રમાય છે. બાર-તેર વર્ષ ની ઉંમરે કંસ વધ માટે ગોકુળ છોડ્યા પછી કદી રાધા ને મળ્યા નથી કૃષ્ણ. બાર-તેર વર્ષ ના કિશોર ની લાગણી કે પવિત્ર પ્રેમ. પણ આજે ઘણા વ્યભિચારી લોકો પોતાના પાપ ને રાધા-કૃષ્ણ ના પવિત્ર સંબંધ સાથે સરખાવે છે. ઘણી ગોપીઓ સાથે રાસ રમતા મનોહર કૃષ્ણ ની સરખામણી ક્યારેય લગ્નેતર સંબંધ ને છાવરવા ન જ થાય. કૃષ્ણ નાં આચરણ ની અવિચારી નકલ ન કરતાં એમની શીખમાંથી પ્રેરણા લઈએ.

Gujarati Whatsapp-Status by Ranna Vyas : 111028838
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now