Gujarati Quote in Blog by Mukund Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.


                      'શ્રી કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં'
    ' શ્રી કૃષ્ણ મારા જીવન ના મહાન આદર્શ અને પ્રણેતા'
    શ્રી કૃષ્ણ વદ આઠમ ની મેઘલી અંધારી રાતે જન્મ્યાં છે પરંતુ મારા જીવન માં જ્ઞાન રૂપી દિવ્ય પ્રકાશ આપનારા થાય છે.
    શ્રી કૃષ્ણ કંસ ના કારાગ્રહ  માં જન્મેલાં પરંતુ પોતાનું આખું જીવન લોકોની મુક્તિ ના કામ કરવા માં વ્યતીત કર્યું, અને તેમનું નામસ્મરણ આજે પણ તેમના ભક્તો ને મુક્તિ આપે છે.
   શ્રી કૃષ્ણ તેમના કરેલા કર્યો પરથી મને પ્રેરણા આપે છે કે  કર્મ ની ચિંતા કર્યા વગર લોકો ની સેવા અને કાર્ય કર્યા કર ઉચિત સમયે ફળ જરૂર મળશે.
   શ્રી કૃષ્ણ પ્રભુ ને જન્મ ની સાથે જ માતા-પિતા ને ત્યજી દેવા પડ્યા હતા, પરંતુ પોતે પરિસ્થિતિ સાથે તાલમેલ બનાવી ક્યારે દુઃખી ના થયા આથી શ્રી કૃષ્ણ મને ત્યાગ અને બલિદાન ની ભાવના પણ શીખવે છે.
   શ્રી કૃષ્ણ ગોકુલ માં પાલક માતા-પિતા ને એટલો પ્રેમ આપ્યો કે તેમને પારકું પોતાનું ભુલાવી દીધું, અને શ્રી કૃષ્ણએ બાળ વયે માખણ ચોરની લીલા કરીને વ્રજ ભૂમિ ના બાળકો ને પ્રેમભાવ આપ્યો અને  ગરીબી અમીરી ની ભાવના ભુલાવી દીધી.
   શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ અવતારી હોવા છતાં વ્રજ માં ૧૧ વર્ષ અને ૫૨ દિવસ રહ્યા ત્યાં સુધી સિવેલા કપડા ન પહેર્યા, સુવર્ણ મુગટ ન પહેર્યું, ફક્ત મોરપીંછ નું મુગટ ધારણ કર્યું અને  કોઈ શસ્ત્ર ધારણ ના કર્યું.
ઉઘાડે પગે ગાયો ની પાછળ ગૌ ચારણ લીલા કરી શ્રી કૃષ્ણ પ્રભુ એ મને સરળ જીવન જીવતા શીખવ્યું છે.
                                 “જય શ્રી કૃષ્ણ”


Gujarati Blog by Mukund Joshi : 111028519
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now