#merakrishna
કૃષ્ણ નામ આવે એટલે બધા ના મનમાં એક જ ચિત્ર આવે અને એ એક નટખટ ગાયો ચરાવતા ગોવાળ અથવા તો ગોપીઓ સાથે રાસલીલા કરતો કાનુડો.
પણ મારા મતે તે કૃષ્ણ કંઈક અલગ છે , જે ઈશ્વર નો મનુષ્ય અવતાર છે . તો એ કૃષ્ણ કેવા છે?
કૃષ્ણ એ સંપૂર્ણ સૃષ્ટિ છે . આ સૃષ્ટિ ની શરૂઆત એટલે કે ઉત્પતિ અને અંત પણ એ જ છે . એનાથી જ આ સૃષ્ટિ એટલે કે આ સંપૂર્ણ બ્રહ્માંડ છે. તો આ સંદર્ભે કૃષ્ણ એ સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ, મનુષ્ય, સ્વર્ગ, નર્ક, પુરાતન અને અવિનાશી આ બધું જ છે.
કૃષ્ણ જ જીવન છે અને એ જ મૃત્યુ પણ છે. આ સૃષ્ટિ માં જ કાઈ પણ થાય છે એ એની જ ઈચ્છા થી થાય છે.
કૃષ્ણ જ જ્ઞાન, સત્ય, ચૈતન્ય અને પરબ્રહ્મ છે.
સંપૂર્ણ સૃષ્ટિને જીવન, ધર્મ અને અધર્મ વચ્ચેનો સાચો અર્થ સમજાવનાર માર્ગદર્શક છે.
એ જ આત્મા છે , એ જ પરમાત્માનું સાચું સ્વરૂપ છે . એજ પાલનહાર છે અને એજ અધર્મ નો નાશ કરનાર પણ છે.