જેની અનંત એવા વાદળી કલરની મુખાકૃતિ છે...
આકાશ અને દરિયા જેવા અનંત... એટલેજ જોશો તો એ વાદળી દેખાય છે, કારણ કે એ અનંત છે એજ અનંતતા શ્રી કૃષ્ણમાં છે...
આવી બ્રહ્માંડ જેવી અનંતતા જે વ્યક્તિત્વમાં હોય એના વિશે શું કહી શકાય...!!!
મારા માટે શ્રી કૃષ્ણ અનંત જીવંતતા ના ભંડાર છે...
એક ધર્મ યોદ્ધા કે જેમણે પોતાનો ધર્મ સારી રીતે નિભાવ્યો..
એ જ અનંત જીવંતતા અને ધર્મ નિષ્ઠાના કારણે શ્રી કૃષ્ણ નટખટ પુત્ર, આજ્ઞાકારી શિષ્ય, અસાધારણ મિત્ર, ઉત્કટ પ્રેમી, શ્રેષ્ઠ યોદ્ધા, ઉત્તમ પતિ, સર્વોત્તમ રાજા, ઉન્નત ગુરુ, બની શક્યા...
બસ એ જ અનંત જીવંતતા અને અદ્ભુત હાસ્ય મારા જીવનની પ્રેરણા છે....