Gujarati Quote in Shayri by Nilesh Limbola

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગીત....

યાદ...

યાદ તારી ટહુકે જ્યાં મોરલાની જેમ
ત્યાં સ્પર્શ થઈ જાય એક પીછું.

ફૂલોની જેમ તારા સપનાના હારને
સાચવીને શ્વાસ માં રાખું.
આંખમાં સમાય નહિ એવાં આ ઈચ્છાના
આભલા ને ક્યાં બોલ નાખું?

વાત મારી મોગરા જેવી 
એ કહેવું સરળ ને સીધું.

ઝંખું તને છું તને, તને સ્મરણો માં
રોજ રે સજાવું.
તારા વિનાની આ સુની સાંજને,
રોજ રે કેમ હું વિતાવું?

તારા વિનાના લીલા ઉજાગરા નું
રોજ રોજ વિષ અમે પીધું.


નિલેશ લીંબોલા

Gujarati Shayri by Nilesh Limbola : 111028257
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now