સ્ત્રી એટલે ત્યાગ નો પર્યાય... આ વાત જ્યારે કહેવાય ત્યારે એમ થાય કે એતો પેલા ના જમાના માં સ્ત્રી ત્યાગ કરતી પોતાના સપના નો... પોતાની જરૂરિયાત નો... પોતાના સ્વજનો નો... પોતાના વિચારો નો... પણ આજ ની સ્ત્રી ને તો હવે બધી છૂટ છે... એ પોતાના સ્વપ્ન પુરા કરે છે... એ પોતાના વિચારો પ્રમાણે જ આખું જીવન જીવે છે... હવે ક્યાંય એને પોતાની જરૂરિયાત જોડે સમજોતો નથી કરવો પડતો... હવે ની સ્ત્રી ક્યાં કશુંય ત્યાગ કરે છે? આજ ની સ્ત્રી તો આઝાદ પંખી બની ને ઉડે છે... સ્ત્રી નો પર્યાય જ ત્યાગ છે... જમાના આવી ને જશે સ્ત્રી આમ જ રહેશે.. આજ ની સ્ત્રી પણ એટલો જ ત્યાગ કરે છે જેટલો પેલા કરતી... હા સમય સંજોગો બદલાયા એટલે ત્યાગ ની વ્યાખ્યા કદાચ બદલા ની હોય... એક છોકરી જન્મે ત્યાર થી ત્યાગ કરે છે... થોડી મોટી થાય એટલે પોતાના નાના ભાઈ બહેન માટે પોતાના બાળપણ નો ત્યાગ કરે... પત્ની બને તો આજ ની તારીખે પણ પતિ ની જરૂરિયાત પૂરી કરવા પોતાના મોજ શોખ નો ત્યાગ કરે જ છે.. વહુ બની ને પોતાના સ્વાદ..રહેણી કેહણી નો ત્યાગ કરે.. પોતાના કરિયર નો ત્યાગ કરે... સમય ગમે તે આવશે સ્ત્રી અને એનો ત્યાગ સદાકાળ રહેશે જ...