#Merakrishna
કૃષ્ણ મારા માટે શું..?
આ સવાલનો જવાબ આપવા બેસીએ તો પુસ્તક લખાઈ જાય.એક નિષ્ફળ પ્રેમી જેનો પ્રેમ પૂજાય છે..એક મ્યુઝીશિયન જેનાં સુર તમને વશીભુત કરી મૂકે છે.એક કુશળ લડવૈયો,એક સાચો મિત્ર,દ્રૌપદી નો સખા કે પછી ગાયો નો ગોવાળ દરેક રીતે કૃષ્ણ પરફેક્ટ છે..પણ મારાં માટે કૃષ્ણ એક રાજનીતિજ્ઞ છે..છળ, કપટ,સામ,દામ,દંડ,ભેદ બધું જ ક્યાં અને કઈ રીતે વાપરવું એ કૃષ્ણ બહુ સરળતાથી સમજાવી જાય છે. કૃષ્ણ જોડે એ તમામ કુનેહ હતી જે એક શાસક તરીકે જોઈએ.દિલ થી લઈને દુનિયા પર રાજ કરવુ હોય તો કૃષ્ણ ને નિચોડી ને આત્મસાત કરી લો એટલે બીજું કંઈ કરવું નહીં પડે