તમે શા માટે લખો છો ?
આ પ્રશ્ન પૂછવાનું પોતાની જાત ને જ મન થાય. ખરું ને ? જવાબો ઘણાં મળશે, કોઈ પ્રિસિધ્ધિ માટે લખતું હોય, કોઈ આત્મસંતોષ માટે લખે છે. પણ લખવું બધાને ગમે છે. પોતાના શબ્દોને પોતે જ વાંચી ઘણો આનંદ મળતો હોય છે, એ શબ્દોને કોઈ જગ્યાએ પ્રકાશિત કરીએ તો ક્યારકે નામના પણ મળતી હોય છે. પણ ક્યારેક આપણે લખવાનું છોડી દેવાનો નિર્ણય કરતાં હોઈએ છીએ.. કેમ ? હજારો જવાબ એના મળી જશે. દરેક વ્યક્તિને લખવાનું બંધ કરવા પાછળ પોતાનું અંગત કોઈ કારણ હોય છે અને એના નજીકના વ્યક્તિઓ સિવાય કોઈ જાણતું નથી.
મારે બસ એટલું જ કહેવું છે કે લખવાનું બંધ કરવાથી બીજા કોઈને કંઈજ ફર્ક નથી પડવાના, વાંચવા વાળાને તો નવા લેખકો પણ મળી જશે, પણ તમે પોતે તમારી લાગણી કેવી રીતે વ્યક્ત કરી શકશો ? પહેલા પોતાના દુઃખને કાગળ ઉપર ઉતારી શકતા હતાં, પણ લખવાનું છોડી દેશો તો એ દુઃખ કોની સામે ઠાલવી શકશો ???
લડતા રહો... લખતા રહો.... હૈયું ઠાલવતા રહો...