રોજ કેટલુંય લખું પણ તમારા વિશે હું બહુ ઓછું લખું છું... કેમ કે મારા શબ્દો થી ક્યાંય ઉપર તમારુ અસ્તિત્વ છે... મારા શબ્દો ની પેલે પાર હું ને તું વાતો કરીએ છીએ... મારા સપના ઓ ને આંખો ની દોસ્તી જ ત્યારે થઈ જ્યારે તમે મારા જીવન માં આવ્યા... આ દિલ પણ કોક ને પ્રેમ કરી શકે એ ત્યારે જાણી હું... સાવ ઘેલી હતી હુ, પ્રીત માં પાગલ તો તમારા લીધે થઈ..પહેલી નજર માં પ્રેમ થાય... આવું મારી સખી ઓ કેતી તો હું કેવુ હસી દેતી.. અંતે હું જ ખોટી સાબિત તમારા લીધે થઈ..આ નાના જીવ પાસે તો ક્યાં ઉડવાના સપના હતા? મને પાંખ તો તમે લગાવી.. હું પડી તો તમે મારા પર હસ્યા પણ કોઈ ને હસવા ના દીધા... કેવી આઝાદી આપી મને આ બંધન માં? આ બંધન મને આજીવન સ્વીકાર છે...દિવસો ખાસ નથી હોતા... ખાસ તો માણસો હોય છે... #હું ને તું...