દરેક વ્યક્તિ માં બે વ્યક્તિ જીવતી હોય છે... 1) સુધારક 2) સ્વીકારક... સુધારક એટલે એ જ્યાં કઈક સુધારા ની જરૂર લાગે ત્યાં પોતાના થી બનતા પ્રયાસ કરે. . બીજા ની સામે પોતાના વિચારો મુકે... ને સામે ની વ્યક્તિ ને પોતાના વિચાર સ્વીકારે તે માટે પોતાના થી બનતા પ્રયત્નો કરે.... જયારે સ્વીકારક એટલે જે જેવું છે એને એવું જ સ્વીકારી લે... એને ખબર છે કે તમે કોઈ ને બદલી શકતા નથી. .. એટલે એ જાતે જ બદલાઈ ને બીજા ને સ્વીકારી લે છે.... તમે કઇ વ્યક્તિ તરીકે જીવો છો? સુધારક કે સ્વીકારક... હા દરેક ની સમાજ ની જરૂર છે... કોઈ ખોટું કે કોઈ સાચું નથી... #આતો એક વાત....